NIEPA ખાતે 2012 માં સ્થપાયેલ National Centre for School Leadership (NCSL) દેશની શાળાઓમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ છે. શાળાઓમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે NCSL,  NIEPA દેશનાં 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, 679 જિલ્લાઓ અને 6500 તાલુકાઓમાં નેતૃત્વની આવશ્યકતા અને શાળાના પ્રશ્નોને ધ્યાનમાં લેવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

આ કેન્દ્રનું ધ્યેય એ છે કે દેશની દરેક શાળા સુધી પહોંચવું, પ્રત્યેક બાળક શીખે છે એ તમામ શાળાઓને ઉત્તમ બનાવવાની ખાતરી આપે છે. આ ધ્યેયને મેળવવા માટે કેન્દ્ર દ્વારા શાળા નેતૃત્વ કાર્યક્રમને ચાર ઘટકો સાથે ઓપરેશનલ પ્રવૃત્તિઓ વડે જોડવામાં આવેલ છે. જેમાં, અભ્યાસક્રમ અને સાહિત્ય વિકાસ, ક્ષમતા નિર્માણ, નેટવર્કિંગ અને સંસ્થા નિર્માણ અને સંશોધનનો સમાવેશ થયેલ છે.

શાળા નેતૃત્વ પરના સામાન્ય ટૂંકા ગાળાના કાર્યક્રમોને બદલે, કેન્દ્રએ નેતૃત્વ વિકાસ પ્રવૃત્તિઓની રચના કરેલ છે, જે શાળાના વડાઓ અને પ્રણાલીગત વહીવટદારોના સતત જોડાણ અને લાંબાગાળાના વિકાસની બાંહેધરી આપે છે. ભારતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાએ શાળા નેતૃત્વ વિકાસ અંગે રચના કરેલ છે અને અભ્યાસક્રમ રૂપરેખાની કલ્પના કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ તાલીમાર્થી–કેન્દ્રિત અભ્યાસક્રમ પર આધારિત છે, જે રાજયોની શાળાઓની જરૂરિયાતો અને સંદર્ભિત મુદ્દાઓ અને વિવિધાતાના આધારે છે. આ અભ્યાસક્રમ રૂપરેખામાં શાળા નેતૃત્વ વિકાસ પર એક હેન્ડબુક બનાવવામાં આવી છે, જે એક ખૂબ જ સમૃદ્ધ સામગ્રી છે જે અત્યારે આપવામાં આવેલ સામગ્રી વર્તમાન શાળાઓના વડાઓને ભાવિ પડકારોનો સામનો કરવા માટે નવા સંભવિત વડાઓ તૈયાર કરવા બનાવેલ છે.