ભારતમાં શાળાકીય સુવિધાઓ પૂરી પાડવામાં,બહોળા પ્રવેશને વધારવા અને શાળાઓમાં બાળકોની સંભાળ રાખવામા ખૂબ મોટી સફળતા મેળવી છે. જો કે,આ પ્રયત્નોનો અભ્યાસના અધ્યયન નિષ્પત્તિમાં પરિણામોમાં કોઈ સુધારો થયેલ જોવા મળતો નથી. વિદ્યાર્થી શિક્ષણના નીચલા સ્તરે પણ ઘણી અસમાનતાઓ છે. તેથી આ સંસ્થા શિક્ષણની પ્રાથમિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યી છે. એ નોંધવામાં આવ્યું છે કે સમાન સંસાધનો ધરાવતી શાળાઓમાં પણ પરિણામો અલગ અલગ જોવા મળે છે. શાળાઓમાં અસરકારક સંચાલનના અભાવના પરિણામે શિક્ષણનું સ્તર નીચું જાય છે તેમજ શાળાની ગુણવત્તા પણ ઓછી જોવા મળે છે.

અસરકારક શાળા નેતૃત્વ સંસાધનોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો કરે છે, શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરે છે અને આ રીતે જે શીખનાર છે તેની સિદ્ધિમાં વધારો કરે છે. MHRD ના આદેશથી NIEPA એ  National Centre for School Leadership (NCSL) ની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય “પ્રત્યેક શાળા ઉત્તમ બને અને તમામ બાળકો શીખતા થાય”. આ સંસ્થા (કેન્દ્ર) દ્વારા શાળા નેતૃત્વ અને વિકાસ માટે રૂપરેખા અને કાર્યક્રમ બનાવવામાં આવેલ છે. જે ભારતમાં નવી પેઢી માટે શાળાના નેતાઓ તૈયાર કરી શકે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે SLD કાર્યક્રમ શાળાના વડાઓને તેમની શાળાને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદ કરશે.

પાંચ વર્ષના ટૂંકા ગાળામાં આ કેન્દ્રએ ખાસ પ્રકારે ફેસ–ટુ–ફેસ કાર્યક્રમ બનાવ્યો છે, જેનું લક્ષ્ય શિક્ષણના તમામ સ્તરના વડાઓ સુધી પહોંચવાનું છે. દેશની તમામ શાળાઓ સુધી પહોંચવા માટે આ કેન્દ્રએ શાળા નેતૃત્વ અને સંચાલન પર એક online કાર્યક્રમ બનાવવામાં સફળતા મેળવી છે. આ online કાર્યક્રમનું સંચાલન MOODLE platform પરથી થાય છે અને તેની રૂપરેખા શાળા નેતૃત્વ વિકાસના અભ્યાસક્રમ આધારિત ડિઝાઇન કરેલ છે. અભ્યાસક્રમ ચાર ભાગમાં વિભાજિત કરેલ છે. (1) મોડયુલના સ્વરૂપમાં વાચન સાહિત્ય (2) સંદર્ભ સાહિત્ય જેવા કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, કેસ સ્ટડી, ઓડિયો - વીડિયો તથા અન્ય સંસાધનો (3) સ્વાધ્યાય અને પ્રવૃત્તિઓ માટે સ્વ-અધ્યયન સાહિત્ય (4) બહુવિકલ્પ પ્રશ્નો, સ્વ-અધ્યયન, મહાવરા માટે સ્વાધ્યાય, ચર્ચા મંચ અને પોર્ટફોલિયો

SLD કાર્યક્રમને વિકસાવવાની શરૂઆત કરી, શાળાના વડાઓને માર્ગદર્શિત કરીને શાળાઓની કાર્યક્ષમતા વધારવા તથા તેમની શાળાઓને ઉત્તમ બનાવવા બદલ હું NCSLની ટીમને અભિનંદન આપું છું.

-    ડૉ. એન. વી. વર્ગીસ